Skip to playerSkip to main contentSkip to footer
  • 4/17/2025
હાઈવે પર મોતની ચિચિયારી...ચારેય તરફ જમીન પર પડ્યા મૃતદેહો.. મૃતકોના શરીર એકબીજા સાથે ચોંટી ગયા. સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોના મોત નિપજ્યા. બાબુભાઈ ફુલવાડી, કાંતાબેન ફુલવાડી, ઈશ્વરભાઈ ફુલવાડી, તારાબેન ફુલવાડી, નરેશભાઈ ફુલવાડી અને સાયરાબેન ફુલવાડીનું અકસ્માતમાં મોત નિપજ્યુ. તમામ મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. મૃતદેહોને બહાર કાઢીનો પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને લવિંગજી ઠાકોરે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય મળે તેવા પ્રયાસ કરવાની બાંહેધરી આપી.

Category

🗞
News

Recommended