Skip to playerSkip to main contentSkip to footer
  • today
પહેલગામ હુમલા અંગે, આખું કાશ્મીર આતંકવાદ સામે કડક અને મોટી કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. આખો દેશ આતંકવાદ વિરુદ્ધ એક થઈ રહ્યો છે પરંતુ દેશના રાજકારણીઓ પણ આ મુદ્દા પર એક નથી. તેઓ અલગ અલગ સૂરમાં બોલે છે અને એવા નિવેદનો આપે છે કે, પાકિસ્તાનને ભારત સામે બોલવાનો મોકો મળી જાય. એવા નિવેદનો આપે છે જે પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યા છે. પહેલગામ હુમલા પછી, સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી અને તમામ પક્ષોને ઘટના વિશે વિગતવાર માહિતી આપી. ત્યારબાદ તમામ પક્ષોએ સર્વાનુમતે કહ્યું કે સરકાર જે પણ નિર્ણય લેશે તેની સાથે અમે છીએ. આ પછી પણ અલગ અલગ નિવેદનો આવવા લાગ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે યુદ્ધ ન થવું જોઈએ. કેટલાક નેતાઓ એવા પણ છે જેમણે દાવો કર્યો હતો, ધર્મ પૂછીને નથી મારવામાં આવ્યા. હવે સમાચાર એ પણ છે કે, પોતાની જ પાર્ટીના નેતાઓના આવા નિવેદનથી કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ છે. પરંતુ આ વચ્ચે ભાજપ ખુબ આક્રમક છે. એટલે જ આજે ચર્ચા કરવી છે કે, પહેલગામ પર ગંદુ રાજકારણ કેમ રમાઈ રહ્યું છે. શું કોંગ્રેસ પહેલગામ પર બેવડું વલણ અપનાવી રહ્યું છે. સરકારને ટેકો આપવાનું વચન આપનાર વિપક્ષ થોડા દિવસોમાં જ શા માટે તેની વિરુદ્ધ થઈ ગયો. પાકિસ્તાનને કોણ તક આપી રહ્યું છે...બીજો પ્રશ્ન એ છે કે સુરક્ષા ખામી અંગે સરકાર પાસે શું જવાબ છે. અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આતંકવાદ પર અલગ અલગ સૂર કેમ. ચર્ચા શરૂ કરતા પહેલા બકવાસ કરનાર નેતાઓના નિવેદનો સાંભળી લઈએ.

Category

🗞
News

Recommended