પાણીની સમસ્યાને લઈ પાલનપુરમાં પાણી પુરવઠા કચેરીએ ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન.. મોટી સંખ્યામાં અમીરગઢ તાલુકાના ગ્રામજનોએ અલગ અલગ બેનર સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચીને માટલાફોડ વિરોધ પ્રદર્શન કર્યુ.. ગ્રામજનોનો આરોપ છે કે પાણી પુરવઠા વિભાગે પાઈપલાઈન નાખી ટાંકા તો બનાવ્યા છે.. પણ તેમાં પાણી નથી આવી રહ્યું.. પાણીની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને હેરાનગતિ થઈ રહી છે.. ત્યારે આજે આખરે ગ્રામજનોની ધીરજ ખુટી અને કચેરી પર પહોંચીને પાણીની માગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ..
Category
🗞
News