Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
આણંદ જિલ્લાના સૈયદપુરા ગામમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે નંદઘરનું કર્યું લોકાર્પણ. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની ગેરહાજરીમાં તેના પુત્ર હર્ષદ પરમારે સૈયદપુરા ગામના કાર્યક્રમમાં હાજરી આપીને નંદઘરનું લોકાર્પણ કર્યુ. વિવાદ વકરતા ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે પ્રતિક્રિયા આપી કે આમા કશું ખોટું નથી. દીકરો કરે કે દીકરાનો બાપ તેમાં ખોટુ નથી. મને આમંત્રણ હતુ, પણ મારી તબિયત સારી ન હોવાથી કાર્યકર્તાઓના કહેવાથી મારા પુત્રને મોકલ્યો હતો. મારા પુત્રએ પક્ષનું જ કામ કર્યુ છે. હું ધારાસભ્ય છું, હું ના જઈ શકુ તો મારા બદલામાં મારો પુત્ર પણ જઈ શકે.


આ પહેલીવાર ધારાસભ્યશ્રીના પુત્ર નંદઘરનું લોકાર્પણ કરી આવ્યા તેવું નથી. આ પહેલા 3 ઓક્ટોબર, 2024માં ઉમરેઠના શીલી ગામે આંગણવાડીનું લોકાર્પણ પણ કરી ચૂક્યા છે. માત્ર આંગણવાડી જ નહીં 8 જાન્યુઆરીએ એટલે કે 4 મહિના પહેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના રતનપુરા-હમીદપુરા ચોકડીથી નવાપુરા સુધીના રોડના નવીનીકરણ કામનું ખાતમુહુર્ત પણ આ ભાઈ કરી ચૂક્યા છે. તેમની સાથે ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ પરમાર. પૂર્વ પ્રમુખ વિમલભાઈ પટેલ. ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા. તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ ઠાકોર અને માર્ગ મકાન વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Category

🗞
News

Recommended