જમીન વિવાદમાં મહેસાણાના વેકરા ગામમાં ખેલાયો લોહીયાળ જંગ. કોર્ટના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયેલ અમદાવાદના મનન મોટરના માલિક પર થયો જીવલેણ હુમલો. મનન પટેલ, રીપલ પટેલ અને અમિત શર્મા પર મેહુલ રબારી અને તેના 15 જેટલા સાગરીતોએ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યાનો આરોપ છે. મોબાઈલ કેમેરામાં કેદ થયેલા જીવલેણ હુમલાના દ્રશ્યોમાં કેટલાક લોકો લાકડીથી જીવલેણ હુમલો કરતા જોવા મળ્યા. હુમલામાં ઈજાગ્રસ્ત મનન પટેલ, રીપલ પટેલ, અમિત શર્માને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.. મનન પટેલે જમીન ખરીદ્યા બાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે અંગે કોર્ટના આદેશ બાદ મનન પટેલ કોર્ટના અધિકારી અને મિત્રો સાથે જમીનનો કબજો લેવા માટે ગયા હતા. ત્યારે જ આરોપીઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો. હુમલા બાદ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી. બાવલું પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ મેહુલ રબારી સહિત 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
Category
🗞
News