Surat Accident News: સુરતમાં ફરી એકવાર રફ્તારના કહેરમાં માસૂમ બાળકે ગુમાવ્યો જીવ. વેસુ વિસ્તારમાં કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા દોઢ વર્ષીય વિધવત નિકાળજે નામના બાળકનું મોત નિપજ્યુ.. જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા.. જરા જુઓ આ સીસીટીવી દ્રશ્યો. પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈને BRTS ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર હાજર લોકોએ ક્રિશ કેજરીવાલ નામના કાર ચાલક યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો.. મૃતક બાળકના પરિવારજનોનો આરોપ છે કે કાર ચાલક રોંગ સાઈડમાંથી આવીને ટક્કર મારી હતી. પોલીસે કાર ચાલક ક્રિશ કેજરીવાલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.
Category
🗞
News