પ્રજાવત્સલ રાજા ભગવતસિંહજીનું નામ જે શહેર સાથે જોડાયું છે તે ગોંડલ આજકાલ ચર્ચામાં વિવાદોના કારણે આવી રહ્યું છે. અને તે વિવાદ છે ભાજપના નેતા જયરાજસિંહ, ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર એવા ગણેશ જાડેજા અને ભાજપના જ નેતા કાર્યકર્તા એવા અલ્પેશ કથીરિયા અને વરૂણ પટેલ સાથેનો. અગાઉ પાટીદાર યુવકની મારપીટ બાદ શરૂ થયેલા વિવાદમાં અલ્પેશ કથીરિયા વરૂણ પટેલ...ગીતા પટેલ સહિતના પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા તો...ગણેશ જાડેજાએ ગોંડલમાં પગ મૂકીને બતાવવાનો પડકાર આપ્યો....બસ આ જ પડકાર જીલીને અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા. અને પછી ગોંડલમાં સંગ્રામ થતા દ્રશ્યો સામે આવ્યા. ગોંડલની અંદર પ્રવેશતા અલ્પેશના સમર્થકોએ સ્વાગત કર્યું તો ગણેશના સમર્થકોએ અલ્પેશને કાળા વાવટા બતાવ્યા. જબરદસ્ત સુત્રોચાર કર્યો...તેમની ગાડી રોકી.....આ તમામની વચ્ચે અલ્પેશ ગોંડલ પહોંચ્યા...મા આશાપુરા અને અક્ષર મંદિરે દર્શન કર્યા. પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા ગણેશ જાડેજાના સમર્થકોએ જબરદસ્ત વિરોધ કર્યો. અલ્પેશના સાથીદારોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા. અલ્પેશ કથિરીયાએ ગણેશના સમર્થકોની ગુંડાગર્દી ગણાવી તો ગણેશે તેના સમર્થકો પર અલ્પેશના સમર્થકોએ ગાડીથી કચડવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. જો કે, ગણેશના પિતા અને પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહે અલ્પેશ માટે કહ્યું કે, તાકાત હોય તો વરરાજા બનીને આવો, અણવર થઈને નહીં....
Category
🗞
News