એક સમયે અમદાવાદનું જીવાદોરી ગણાતું ચંડોળા તળાવ. આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ગઢ બનાવી લીધો હતો. અહીં અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી. અભિયાનમાં ૨૦૦૦ થી વધુ પોલીસકર્મીઓ, એસઆરપીની ૧૫ કંપનીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૮૦૦ કર્મચારીઓ, ૭૪ જેસીબી, ૨૦૦ ટ્રક, ઇલેક્ટ્રિશિયનની ૨૦ ટીમો, ૧૦ મેડિકલ ટીમો, ૧૫ ફાયર ટેન્ડરોએ મળીને ૨૦૦૦ થી વધુ ઝૂંપડા/અતિક્રમણ, ૩ ગેરકાયદેસર રિસોર્ટ, ગેરકાયદેસર પાર્કિંગ યુનિટ તોડી પાડ્યા. ગઈકાલે રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અને વહેલી સવારથી જ ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી. હજુ આ કામગીરી 2 દિવસ ચાલશે. 15 વર્ષમાં દોઢ લાખ સ્કેવેર મીટર તળાવમાં ગેરકાયદે બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી 50 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. બામ્બુના મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે અળધુ તળાવ પૂરાઈ ગયું હતું. થોડા મહિના પહેલા જ્યાં 4 આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી તે સ્થળ તોડી પાડવામાં આવ્યું છે. હાલમાં, ABT/JMB અને અન્ય આતંકવાદી સંગઠનોના ઘણા આતંકવાદીઓ બાંગ્લાદેશી જેલમાંથી મુક્ત થયા પછી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. અને તે લોકો ચંડોળાના લોકો સાથે સંપર્કનો પ્રયાસ કરી રહ્યા હતા. અમદાવાદમાંથી 150 બાંગ્લાદેશી ગેરકાયદે વસવાટ કરતા હોવાનો પોલીસ તપાસમાં થયો છે ખુલાસો. થોડા દિવસ અગાઉ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી પોલીસે 980 જેટલા શંકાસ્પદોની અટકાયત કરીને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. અટકાયત કરાયેલા 980 પૈકી જેમની પાસે કાયદેસરના દસ્તાવેજો હતા તેમને છોડી મુકવામાં આવ્યા છે.. જ્યારે 150 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો ખુલાસો થયો છે.. જેની પાસે પુરાવા નથી તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં, ગુજરાત ATS એ UAPA હેઠળ અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન AQIS (અલ-કાયદા ભારતીય ઉપખંડ) ના ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરી હતી, જે મૂળ બાંગ્લાદેશના હતા. NIA હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.
Category
🗞
News