Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
ગેરકાયદે બાંધકામો તોડવાની 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 1500થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંની 50 થી 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસ તંત્ર સાથે 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો ડિમોલિશનમાં જોડાઈ છે. વર્ષો જૂના બાંધકામ હતાં. તળાવોમાં ગેરકાયદે બાંધકામ થયા હતા જેને તોડવાની કામગીરી થઇ રહી છે.

50થી વધુ જેસીબી મશીન સાથે મહાનગરપાલિકાની ટીમે હથોડાથી ગેરકાયદે દબાણોને કરી દીધા જમીનદોસ્ત. એક સમયે અમદાવાદનું જીવાદોરી ગણાતુ ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. સોમવારે જ ગેરકાયદે મકાનોમાં વસતા નાગરિકોને મકાનો ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. પ્રશાસનની સૂચના મળતા જ નાગરિકોએ પોતપોતાના જરૂરીયાતનો માલસામાન લઈને ઘર ખાલી કરીને નીકળી ગયા. જાનહાની વગર ડિમોલિશનની કાર્યવાહી થાય તે માટે પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓએ એક એક ઘરની તપાસ કરી. બાદમાં તળાવોમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો પર એક બાદ એક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.. ગેરકાયદે આડેધડ ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક મકાનમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી. 1200 હેક્ટરમાં ફેલાયેલુ ચંડોળા તળાવ બે ભાગોમાં વહેંચાયેલુ છે.. બડા તળાવની બંન્ને બાજુએ ગેરકાયદે ઝુંપડપટ્ટી ઉભી થઈ ગઈ હતી.. જ્યારે છોટા તળાવમાં સંપૂર્ણપણે દબાણ થઈ ગયુ હતુ.. એ જ ગેરકાયદે દબાણો પર પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધુ.. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વિસ્તારના સરોજનગરમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ પણ કર્યુ હતુ.. સિયાસતનગર બંગાલવાસમાં બાંગ્લાદેશીઓ રહે છે.. મહાનગરપાલિકાએ કરેલા સર્વેમાં કેટલાક ઘરો ગેરકાયદેસર હોવાનો ખુલાસો થતા એ તમામ ઘરો પર બુલડોઝર ફેરવીને ધ્વસ્ત કરાયા હતા. મનપાના દક્ષિમ ઝોનના ડેપ્યુટી મનપા કમિશનર મુજબ ગેરકાયદે બાંધકામો તોડવાની 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 1500થી બે હજાર જેટલા ઝુંપડાઓ છે તેમને તોડવાની કામગીરી ચાલી રહી છે.. તળાવોમાં કરવામાં આવેલા બાંધકામોને પણ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મેગા ડિમોલિશનની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા છે.

Category

🗞
News

Recommended