દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ પણ હાજર રહ્યા હતા. અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આસામ રાઈફલ્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ અને SSBના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Category
🗞
News