Skip to playerSkip to main contentSkip to footer
  • today
નવા મહિનાની શરુઆતમાં જ અમૂલ ડેરીએ ગ્રાહકોને  ઝટકો આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ સ્ટાન્ડર્ડ,અમૂલ બફેલો, અમૂલ ગોલ્ડ,અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમૂલ ટી સ્પેસ્યલ,અમૂલ તાજા અને અમૂલ ગાયનાં દુધનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આવતીકાલ સવારથી દુધમાં ભાવ વધારો અમલમાં આવશે

અમૂલ સ્ટાન્ડર્ડ  500 મીલી. જુની કિંમત   30 રૂ।.  નવી કિંમત 31 રૂ।.
અમૂલ બફેલો દૂધ 500 મીલી  જુની કિંમત   36 રૂ।.   નવી કિંમત 37 રૂ.
અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી  જુની કિંમત 33  રૂ।. નવી કિંમત 34 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત 65  રૂ।. નવી કિંમત 67 રૂ।. 
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત 24  રૂ।.    નવી કિંમત 25 રૂ।.
અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત 31  રૂ।. નવી કિંમત 32 રૂ।.
અમૂલ તાજા દૂધ 500 મિલી  જુની કિંમત 27  રૂ।. નવી કિંમત 28 રૂ।.
અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત 53  રૂ।. નવી કિંમત 55 રૂ।.
અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત 28  રૂ।. નવી કિંમત 29 રૂ।.

Category

🗞
News

Recommended