હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં હજુ આભમાંથી અગનવર્ષા વરસશે.હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. મંગળવારે 44.8 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું. છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હોટેસ્ટ દિવસ 29 એપ્રિલનો રહ્યો છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું કાલે રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી રહ્યું. અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે 4 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે.
Category
🗞
News