ગઈકાલે અમદાવાદના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વીંગના ફ્લેટમાં આગ લાગી. એસીમાં ધડાકો થતા આગ બે માળ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગતા 5 લોકોએ પાંચમા માળેથી નીચે છલાંગ લગાવી. સ્થાનિક રહીશોએ નીચે ગાદલા મૂકીને બચાવવાનો પ્રયાસ કર્યો. પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા. જો કે, વનિતાબેન નામની મહિલાનું મૃત્યુ થયું છે. સ્થાનિકોનું કહેવું હતું કે આગ લાગવાના સમયે ફાયર બ્રિગેડની ગાડી સમયસર ન આવી અને જ્યારે ગાડી આવી તો સીડીઓ ટૂંકી પડી. જો સમયસર આવી હોત તો સ્થાનિકોને બચાવ થઈ શક્યો હોત. તો બીજી તરફ ફાયર ઓફિસરનું કહેવું છે કે, ફાયર વિભાગની ગાડી 8 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી...આવો સાંભળી લઈએ સ્થાનિકને અને ચીફ ફાયર ઓફિસરને
Category
🗞
News