અમદાવાદના ઘાટલોડીયામાં લગ્નના વરઘોડામાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ. 19 એપ્રિલે વર્ધમાન નગરમાં લગ્ન પ્રસંગમાં ચાલુ વરઘોડામાં જ કુંભા રાણા નામના વ્યક્તિએ હવામાં ફાયરિંગ કરીને રોલો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગનો વીડિયો વાયરલ થતા ઘાટલોડીયા પોલીસ પણ એક્શનમાં આવી. ફાયરિંગ કરનાર કુંભા રાણાને પકડીને પોલીસે લાયસન્સ વાળી પિસ્ટલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Category
🗞
News