અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત VS હૉસ્પિટલમાં 500 દર્દીઓ પર ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે આ આરોપ લગાવ્યો કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ. વર્ષ 2021થી 4 વર્ષ દરમિયાન VS હોસ્પિટલમાં ગેરકાયદેસર ક્લીનીકલ ટ્રાયલની પ્રવૃતિ ચાલતી હતી. જેમાં 50થી વધુ કંપનીઓએ જુદા જુદા ઓટોઇમ્યુન ડિસીઝ, રેબિઝ સહિતના અન્ય ડિસીઝની દર્દીઓ ઉપર ડ્રગ ટ્રાયલ કરી દીધાં. એટલું જ નહીં, વીએસ હોસ્પિટલ સંસ્થાને બદલે ડોક્ટરોના બેંક એકાઉન્ટમાં સીધાં રુપિયા જમા કરાવતી હોવાનો આરોપ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ લગાવ્યો છે. ક્લિનિકલ રિસર્ચના નાણાં વીએસ હોસ્પિટલના ફંડમાં ભેગા જ ન થયા. નિયમ પ્રમાણે 40 ટકા રકમ પ્રતિ દર્દી એકઠા થવા જોઈએ જે થયા જ નહીં. તેઓ MOUની કોપી મીડિયા સમક્ષ લઈને આજે પહોંચ્યા અને આરોપ લગાવ્યો કે, ક્લિનિકલ રિસર્ચની એથિકલ કમિટી બની જ નથી અને ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું. ડોક્ટર દેવાંગ રાણાને NHL કોલેજના ડીને ક્લિનિકલ રિસર્ચ માટે નિમણુંક કરવામાં આવ્યા હતા.. એક જ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા થાય તેવી વિનંતી કરતો પત્ર ડૉક્ટર દેવાંગ રાણાએ વી. એસ.હોસ્પિટલના ડીન પારૂલ શાહને લખ્યો અને તેના પર પારૂલ શાહની સહી પણ છે. ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનિષ પટેલ. ડૉ. પ્રતિક પટેલ અને સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ શાહની મુખ્ય ભૂમિકા હોવાનો પણ રાજશ્રીબેને આરોપ લગાવ્યો છે..કૌભાંડ સામે આવતા અત્યારસુધીમાં ડૉ. દેવાંગ રાણા, ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટ..ડૉ. યાત્રી પટેલ, સાયકિયાટ્રિસ્ટ....ડૉ. ધૈવત શુક્લ....ડૉ. રાજવી પટેલ, સ્કિન સ્પેશિયાલિસ્ટ...ડૉ. રોહન શાહ, ENT...ડૉ. કુણાલ સથવારા, સર્જિકલ...ડાયાબિટીસના ડોક્ટર શાલીન શાહ...ડૉ. દર્શિલ શાહ, યુરોલોજિસ્ટ....ડૉ. કંદર્પ શાહ, કાર્ડિયોલોજિસ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
Category
🗞
News