નડીયાદમાં થયેલી એક કરોડથી વધુની ચોરીનો પોલીસે ઉકેલ્યો ભેદ.. વર્ષ 2023ના સીરપકાંડના મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરે થયેલી એક કરોડ 22 લાખથી વધુની ચોરીના આરોપમાં પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ.. 15 એપ્રિલે ચોર ટોળકીએ રોકડ, સોના-ચાંદીના દાગીના મળીને કુલ એક કરોડ 22 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો.. CCTV ફુટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે નવઘણ તળપદા, વિષ્ણ તલપદા, સમીર તળપદા અને રમેશ ડોડીયા નામના ચાર આરોપીને ઝડપી પાડ્યા.. આરોપીઓ પાસેથી પોલીસે 23 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો.. ચોરીના ગુનામાં ઝડપાયેલ મુખ્ય આરોપી નવઘણ તળપદા આંતરરાજ્ય ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે.. નવઘણ તળપદા પર 25થી વધુ ચોરીના ગુના નોંધાય ચુક્યા છે..
Category
🗞
News