Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
અમદાવાદમાં કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મૃત્યુ થયું.. શહેરના બોપલ ઘુમા રોડ પર બન્યો અકસ્માત. બાળકોને લઇ સ્કૂટર પર સ્કૂલેથી પરત ફરી રહેલા મહિલાલાનું થયું મોત. જ્યારે બે બાળકો ઘાયલ..અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર..

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારના કહેરમાં એક નિર્દોષે ગુમાવ્યો જીવ.. બોપલ-ઘુમા રોડ પર બોલેરો પીકઅપ વાને ટક્કર મારતા મોપેડ ચાલક મહિલાનું નિપજ્યું મોત. મૃતક પલક શાસ્ત્રી પોતાના બાળકોને   સ્કૂલેથી લઈને પરત આવી રહી હતી ત્યારે જ બોલેરો પીકઅપ વાને ટક્કર મારી હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ. જ્યારે બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી.. અકસ્માત સર્જીને આરોપી ચાલક બોલેરો પીકઅપ વાન ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઈ ગયો.. હાલ તો પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ફરાર ચાલકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે..

Category

🗞
News

Recommended