Skip to playerSkip to main contentSkip to footer
  • today
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પહેલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Category

🗞
News

Recommended