Skip to playerSkip to main contentSkip to footer
  • 4 days ago
રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો. વ્યાખોરના આતંકનો એક મહિલા ભોગ બની. મહિલાએ વ્યાજખોરના ત્રાસથી પોલીસ સ્ટેશન બહાર જ ફિનાઈલ પીધું. ફિનાઈલ પીતા પહેલા મહિલાએ વીડિયો બનાવ્યો અને પોલીસ પર પણ આક્ષેપ કર્યો કે તે ફરિયાદ ના લેતી નથી અને વ્યાજખોરને છાવરી રહી છે.

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના પ્રયાસના કેસમાં આરોપી સામે પોલીસ ફરિયાદ. બે દિવસ પહેલા નિકિતા બારોટ નામની મહિલાએ આત્મહત્યાની કોશિશ કરી. પરંતુ પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવ્યા. પૂછપરછમાં સદામ નામના આરોપીનું નામ ખુલ્યું..જે 12 વર્ષથી વ્યાજના પૈસા મુદ્દે મહિલાને હેરાન કરતો હતો. હાલ તો પોલીસ આરોપી સદામને શોધી રહી છે.

પોલીસ પૂછપરછમાં આરોપી સદ્દામ દ્વારા છેલ્લા 12 વર્ષથી વ્યાજ બાબતે હેરાન કરતા હોવાનું જણાવતા ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અરજી પોલીસ મથકે મહિલા દ્વારા કરવામાં આવી નથી તેવું પીઆઈએ નિવેદન આપ્યું હતું. હાલ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

Category

🗞
News

Recommended