વડોદરામાં પાણીના પૂરને રોકવાના પ્રયાસ માટેનો 42 કરોડનો પ્રોજેક્ટ શરુ થાય એ પહેલા જ આવ્યો વિવાદમાં. વિરોધપક્ષે અને સ્થાનિકોએ આ પ્રોજેક્ટનો કર્યો વિરોધ. ગયા વર્ષે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે કમિટિ બનાવી હતી.. જેમાં સૂચન કરવામાં આવ્યુ કે છાણીથી સમા તરફ આવી રહેલા પાણીને ડાયવર્ટ કરવા માટે છાણી કેનાલથી છાણી જકાતનાકા અને ત્યાંથી નવા યાર્ડ સુધી નવી કાંસ બનાવવામાં આવે..એ નવી કાંસને ભૂખી કાંસ સાથે જોડી દેવામાં આવે... આ પ્રોજેક્ટનો કૉંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ કર્યો... તેમના મતે ભૂખી કાંસ પર આવેલ 10 માળનું ગેરકાયદે ટ્રાન્સ્પોર્ટ હબ છે.. તેને બચાવવા માટે થઈને આ નવી કાંસનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.. જો આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે, તો આ મુદો હાઈકોર્ટમાં જશે... તો અનેક સોસાયટીના લોકોએ પણ લેખિતમાં રજૂઆત કરી કે અમારે આ નવી કાંસ નથી જોઈતી.. નહીતર અમે પૂરમાં તણાઈ જઈશું... સવાલ છે કે હવે ચોમાસાને ગણતરીના 2 મહિના જેટલો સમય બાકી છે.. ત્યારે 3 કિલોમીટર લાંબી આ કાંસનું કામ શરુ થાય એ પહેલા જ વિવાદમાં છે.. તો પછી વડોદરાવાસીઓ પુરમાંથી બચશે કેવી રીતે.,?
Category
🗞
News