ગૃહમંત્રીના નકલી OSD બનીને તપાસ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરનાર આરોપીની સંઘ પ્રદેશ દમણ પોલીસે ધરપકડ કરી. મિત્રને બચાવવા માટે મુંબઈના વડાલામાં રહેતા શહઝાદ શમશાદ અહેમદ નામના શખ્સે ગૃહમંત્રીના OSDની ઓળખ આપીને દમણ પોલીસને ફોન કર્યો હતો. જો કે આરોપીની અસલી હકિકતની જાણ થતા દમણ પોલીસે તાત્કાલિક મહારાષ્ટ્રમાંથી ઝીરો FIR મારફતે ભેજાબાજ શહઝાદ શમશાદ અહેમદ અને સુરેન્દ્રસિંહ અત્તારસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.
હવે વાત કરી લઈએ અમદાવાદ મેટ્રોના નકલી એજીએમની. એટલે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની. ક્રાઈમ બ્રાંચની પકડમાં આવેલો કપિલ શર્મા નામનો વ્યક્તિ જેણે બેગલુરુની યુનિવર્સિટીથી બીઈ સીવીલનું નકલી સર્ટીફિકેટ બનાવી, 2016માં પહેલા મેટ્રોના સિનિયર મેનેજર તરીકે અને ત્યારબાદ પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જો કે ફરજી એજીએમ બનેલા કપિલ શર્માની પોલ તેના જ મિત્ર પંકજ સિંઘે ખોલી. કેમ કે પંકજ સિંઘને આ કપિલ શર્મા સારી નોકરી અપાવવાનું કહીને લાવ્યો હતો પરંતુ કંઈક વિવાદ થયો અને પોલ ખૂલી. કપિલ શર્મા નામના 420ની તપાસમાં એ પણ સામે આવ્યું કે આ ફરજી એજીએમ સાહેબ વિરુદ્ધ તો મધ્યપ્રદેશના ઈન્દોરમાં છેતરપિંડની ફરીયાદ નોંધાઈ ચૂકી છે. આટલું ઓછું હોય તેમ એજીએમ સાહેબ તો ભૂતકાળમાં પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

Category
🗞
News