Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
સુરત પોલીસે આંગડિયા પેઢીમાં લૂંટનો ખતરનાક પ્લાનને નિષ્ફળ બનાવ્યો. કુખ્યાત લૂંટારા જેમ્સ અલમેડાએ જેલના સિપાહી સાથે મળી સુરતથી નીકળતા હીરા લૂંટવા બનાવી હતી યોજના. રેકી કરી નકશા તૈયાર કર્યા. ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે ગેંગને ઝડપી લીધી..ચાર પિસ્તોલ, 40 કારતૂસ જપ્ત કરાયા.

સુરતથી વડોદરા તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને હાઇજેક કરી આંગડિયા લૂંટને અંજામ આપવાનો ખતરનાક પ્લાન પોલીસે ઊંધો વાળી નાખ્યો છે. અલગ અલગ રાજ્યના કુખ્યાત ગુનેગારો આ લૂંટને અંજામ આપે એ પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ ઉપરાંત એક્સ આર્મીમેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત 6 લોકોને દબોચી લીધા છે.

Category

🗞
News

Recommended