Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
ઉત્તર ગુજરાતમાં ફરી તૂટી કેનાલ. આ વખતે કેનાલ તૂટી મહેસાણા જિલ્લામાં. મોઢેરા પાસે મણીયારી માયનોર કેનાલમાં પડ્યું ગાબડું. 3 દિવસથી કેનાલમાં 15 ફૂટ કરતા મોટું ગાબડું પડતા જ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં અજમો અને જુવારના પાકને નુકસાન થયું છે

ફરી એકવાર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું. દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજીના મોઢેરા ગામ પાસેથી પસાર થતી મણિયારી માયનોર કેનાલનામાં 15 ફૂટ કરતા વધુ મોટું ગાબડું પડ્યું. અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સતત ત્રણ દિવસથી પડેલા ગાબડાને કારણે 40 વિઘામાં પાણી ફરી વળ્યા. અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા.  ખેતરમાં વાવેતર કરેલ અજમો અને જુવારના પાકને નુકશાન થયું. જેને લઈ ખેડુતોમાં રોષ જોવા મળ્યો. નર્મદા વિભાગના અધિકારી રીપેરીંગ ન કરતા હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ગાબડાએ નર્મદા વિભાગની પોલી ખોલી નાખી. ગુણવત્તા સભર કામ ન થતા કેનાલમાં ગાબડુ પડ્યુ

Category

🗞
News

Recommended