જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટીમાં ગઈકાલે આતંકીઓએ પર્યટન સ્થળના ભીડભાડવાળા સ્થળે ગોળીબાર કર્યો હતો...જેમાં 26 લોકોના મૃત્યુ થયા છે.. જેમાં ત્રણ ગુજરાતના...મહારાષ્ટ્રના 6....પશ્ચિમ બંગાળના 3....કર્ણાટકના 2...આંધ્રપ્રદેશના 2....જમ્મૂ-કશ્મીર....અરુણાચલ પ્રદેશ...ઉત્તરપ્રદેશ...હરિયાણા...ઓડિશા....કેરલ...ઉત્તરાખંડ...મધ્યપ્રદેશ...રાજસ્થાન અને નેપાળના 1-1 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે....ગઈકાલે સુરતના શૈલેષભાઈ કળઠિયાનું મૃત્યુ થયું હતું....આજે ભાવનગરના મૃતક પિતા-પુત્ર યતીનભાઈ પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું....મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં તેમના વતન પહોંચાડવામાં આવશે....આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓમાં હરિયાણાના કરનાલના રહેવાસી વિનય નરવાલનો પણ સમાવેશ છે....વિનય નેવીમાં લેફ્ટનેન્ટ પદ પર તૈનાત હતા...3 વર્ષ પહેલા જ નૌકાદળમાં જોડાયા હતા....19 એપ્રિલે વિનયના લગ્ન મસૂરીમાં થયા હતા...વિનય તેમની પત્ની હિમાંશી સાથે હનીમૂન મનાવવા કાશ્મીર પહોંચ્યા હતા...તેમની પત્નીની સામે જ આતંકીઓએ તેમને ગોળી મારી દીધી....વિનય નરવાલ માત્ર 26 વર્ષના હતા....
Category
🗞
News