Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
ગોંડલના ગણેશ જાડેજાના પ્રહાર પર પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ કર્યો પલટવાર. કહ્યું, સમય આવશે ત્યારે જવાબ આપવામાં આવશે. ગણેશ જાડેજાની ધમકીથી કોઈ ફરક નથી પડતો. બોડી ગાર્ડ વિના ગોંડલમાં જઈશું તેવો કથીરિયાએ કર્યો હુંકાર. જે જાહેરાત કરી હતી તે કાર્યક્રમ યોજવાની કરી વાત.

ગણેશ જાડેજાના પડકાર પર પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ પલટવાર કરતા કહ્યુ કે સમય આવશે ત્યારે અમે જવાબ આપીશું. ગણેશ જાડેજાની ધમકીથી કોઈ ફરક નથી પડતો.. અમે વગર બોડીગાર્ડે ગોંડલમાં જઈશુ. જે જાહેરાત કરી હતી તે કાર્યક્રમમાં યોજીશું.. ગણેશ જાડેજાના સર્ટિફિકેટની મને જરૂર નથી.

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને ફેંક્યો પડકાર. પોતાના વિરોધમાં નિવેદનબાજી કરનારા પાટીદાર નેતાઓની વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. પાટીદાર નેતા વરૂણ પટેલ, અલ્પેશ કથિરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોઘરા પર ગણેશ જાડેજાએ નિશાન સાધીને મોરચો માડ્યો.. ગણેશ જાડેજાએ કહ્યુ કે આ તમામ ગોંડલ તાલુકાને બદલાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.. મેહુલ બોઘરાનું કામ શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે. અને જો આ ટોળકીને યુદ્ધ કરી કલ્યાણ કરવુ હોય તો હું તૈયાર છુ

Category

🗞
News

Recommended