છ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી સરપંચ નથી. રાજ્ય ચૂંટણી આયોગે અચાનક નવ જિલ્લાના કવેક્ટર્સને પોતાના જિલ્લામાં નવરચિત નવ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા. જેથી હવે ગ્રામ પંચાયતો માટે એપ્રિલમાં યોજાનારી સામાન્ય ચૂંટણી ફરી એકવાર પાછી ઠેલાઈ. હવે સૌપ્રથમ મોરબી ,આણંદ,નડિયાદ,વલસાડ,મહેસાણા સહિત નવ મહાનગરપાલિકાના સિમાંકન થશે અને ત્યારબાદ ચૂંટણી યોજાવાની શક્યતા છે. જેથી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે ચડી ગઈ છે. તેનું પરિણામ એ છે કે અઢી વર્ષથી 6 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં જનપ્રતિનિધીના સ્થાને વહીવટદારનું એકહથ્થુ શાસન ચાલે છે. હાલ સ્થિતિ એવી છે કે કેટલીય ગ્રામ પંચાયત ચૂંટાયેલા જનપ્રતિનિધિ વગરની છે એટલે કે વહીવટદાર રાજમાંથી હજુ મુક્ત થઈ નથી. જનપ્રતિનિધિ વગરની ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોની કફોડી સ્થિતિ છે, પહેલા તો કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો અડધી રાત્રે પણ સરપંચનું બારણું ખખડાવી શકાય, અત્યારે કહેવું તો કોને કહેવું ? ગ્રામ પંચાયતની બોડી જ નથી એટલે સામાન્ય સભા અથવા ગ્રામ સભાની બેઠક જ મળતી નથી. સામાન્ય રીતે આવી બેઠકો માં જ વિકાસકાર્યોના આયોજન થાય, જ્યાં જે કામની આવશ્યકતા હોય ત્યાં તેને પ્રાથમિકતા અપાય , વિકાસકર્યોનું મોનીટરીંગ પણ થાય. અત્યારે તલાટી અને વહીવટદારને મોકળું મેદાન મળી જાય ...જેના લીધે ગામડાઓનો વિકાસ અટકી ગયો છે. એટલે જ ગામના લોકો સવાલ પૂછે છે કે ગામડાઓનો આમાં શું વાંક ?
Category
🗞
News