Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
સુરતના બરોડા પ્રિસ્ટેજના વેપારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીની કરાઈ ધરપકડ. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કરાયું રિ-કસ્ટ્રક્શન. મારામારીની સમગ્ર ઘટના થઈ હતી CCTVમાં કેદ.. 

સુરતમાં નથી અટકી રહ્યો ગુંડાતત્વોનો આતંક. બરોડા પ્રિસ્ટેજના વેપારી પર અસામાજિક તત્વોએ કર્યો જીવલેણ હુમલો. સામાન વેચાણ બાબતે ગ્રાહકોને બોલાવવામાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રીઢા આરોપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ નોંધાયેલા ગુનાના આરોપી સત્યજીત ઉર્ફે સતીષ ચાવડા, હાર્દિક શાહ અને ઉદય કોટીયાએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો. હુમલાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણેય આરોપીઓને દબોચી લીધા. વરાછા પોલીસે ત્રણેય આરોપીને બનાવના સ્થલ પર લાવીને રિ-કન્સ્ટ્રક્શન કર્યુ. સાથે જ માફી મગાવીને કાયદાનો પાઠ ભણાવ્યો.

Category

🗞
News

Recommended