સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા વીજ વિભાગના કેટલાક કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા. કારણ હતું.. ગોટાળો કરીને નોકરી મેળવવી. વર્ષ 2021માં જૂનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. જો કે, કેટલાક ઉમેદવારો ટેકનોલોજીની મદદથી ઊંચું મેરિટ બનાવી નોકરીમાં પણ ગોઠવાઈ ગયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આરોપ લગાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. તપાસમાં કેટલાક ઉમેદવારોની કરતૂતનો ભાંડો ફૂટ્યો. જેને લઈ આવા ઉમેદવારને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તમામને ઘરભેગા કરી દેવાયા. સુરત ક્રાઈમ બ્રાન્ચે સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વીજકર્મીની અટકાયત કરી તપાસનો પ્રારંભ કર્યો હતો. ધીમેધીમે આ આંકડો 36 સુધી પહોંચી ગયો હતો.
Category
🗞
News