Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
મહેસાણા તાલુકાનું અંબાસણ ગામ. અહીં પાર્કિંગ મુદ્દે ગામના વેપારી પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો. ડેરી પાર્લર ચલાવતા 58 વર્ષીય વેપારી સનતભાઈ પટેલ અને તેનો પુત્ર પાર્લર પર બેઠા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ રસ્તા પર વાહન પાર્ક કરી ટ્રાફિક જામ કર્યો. જેને લઈને પાર્લરના માલિકે વાહન હટાવી લેવાનું કહેતા આ યુવાનોએ પાર્લરના માલિક અને તેના પુત્ર પર લાકડી. ધોકાથી હુમલો કરાયો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. અસામાજિક તત્વો વિરૂદ્ધ લાંઘણજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.. ઘટના 27 એપ્રિલની છે જેનો વીડિયો હાલ બહાર આવ્યો છે.

ચાર દિવસ પહેલા જમીન વિવાદમાં મહેસાણાના વેકરા ગામમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. કોર્ટના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયેલ અમદાવાદના મનન મોટરના માલિક પર જીવલેણ હુમલો થયો હતો. મનન પટેલ, રીપલ પટેલ અને અમિત શર્મા પર મેહુલ રબારી અને તેના 15 જેટલા સાગરીતોએ તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કર્યાનો આરોપ છે. પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. જેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય આરોપી ફરાર છે.

Category

🗞
News

Recommended