• 5 years ago
અલવરના થાનાગાજી વિસ્તારમાં સામૂહિક ગેંગ રેપનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ હડકંપ મચી ગયો હતો જો કે આખા કેસમાં સૌથી વધુ
શરમજનક કામગીરી પણ કોઈની હોય તો તે પોલીસની હતી પોલીસે ચૂંટણીના કારણે આખો મામલો ચાર દિવસ સુધી દબાવીને રાખ્યો હતો જે
સમયગાળામાં જ વીડિયો વાઈરલ થઈ ગયો હતો 26 એપ્રિલે બપોરે 3 વાગે બાઈક લઈને જઈ રહેલાં પતિ-પત્નીને પાંચ બદમાશોએ આંતર્યાં હતાં
જે બાદ આ પાંચ બદમાશોએ તેના પતિને માર મારીને બંધક બનાવ્યો હતો પાંચેય બદમાશોએ તેના પતિની સામે જ પરણિતા સાથે દુષ્કર્મ કરીને
તેના ફોટોઝ અને વીડિયોઝ પણ બનાવ્યા હતા જતાં જતાં પણ આરોપીઓએ વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતાં ભોગ બનેલું કપલ
આઘાતમાં આવી ગયું હતું જે બાદ આરોપીઓની સામે 2 મેના રોજ ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ તપાસ હાથ ધરાઈ નહોતી આ દુષ્કર્મનો
ભોગ બનનાર મહિલા દલિત હોવાથી પોલીસે આખા કેસમાં ભીનું સંકેલવા પ્રયત્ન કર્યા હોવાની શંકા પણ સ્થાનિકો સેવી રહ્યા છે પીડિતાએ
આરોપીઓની નામજોગ ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસ કોઈની ધરપકડ કરી શકી નહોતી, લોકોમાં આક્રોશ વધતાં જ હવે એસપીએ
આરોપીઓને દબોચવા માટે ત્રણ ટીમો બનાવી હોવાની માહિતી સામે આવી હતી

Category

🥇
Sports

Recommended