Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. તેને વસ્તી ગણતરી સાથે જ કરાવવાનો નિર્ણય લીધો છે. આ ગણતરીનો હેતુ સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવા, ખાસ કરીને OBC, SC, અને ST સમુદાયોને તેમની વસ્તીના હિસાબે યોગ્ય પ્રતિનિધિત્વ અને લાભો આપવાનો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે 2023માં બિહારના મોડેલની જેમ જ્ઞાતિ આધારિત ગણતરીની માંગ કરી હતી, જેથી બિન-અનામત વર્ગોને ફાયદો થાય. બિહારમાં 2023માં કરાયેલી ગણતરીએ દર્શાવ્યું હતું કે SC, ST, અને OBCની વસ્તીમાં વધારો થયો છે. RSSએ પણ 2024માં આ ગણતરીની તરફેણ કરી હતી, પરંતુ દેશની એકતાને ધ્યાનમાં રાખીને તેનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ તેવું જણાવ્યું હતું. જોકે, આ મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ છે. કેટલાક લોકો માને છે કે આ ગણતરી સામાજિક ન્યાય માટે જરૂરી છે, જ્યારે અન્ય લોકો તેને રાજકીય લાભ મેળવવાના સાધન તરીકે જુએ છે. કેન્દ્ર સરકારની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે એ પણ કહ્યું છે કે, જ્ઞાતિગત આંકડાના આધાર પર 50 ટકા અનામતની વર્તમાન સંવૈધાનિક મર્યાદાને હટાવવી જરૂરી રહેશે, જેથી ન્યાયસંગત ભાગીદારીની ખાતરી કરી શકાય. સાથે એ પણ કહ્યું કે, સરકારી સંસ્થાઓની માફક ખાનગી સંસ્થામાં પણ અનામત લાગુ થવું જોઈએ.

Category

🗞
News

Recommended