Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ ચરમસીમા પર છે અને બંને દેશોએ એકબીજા વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. આવા સંવેદનશીલ માહોલ વચ્ચે, પંજાબ સરહદેથી ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો, જેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ ઘટના બુધવારે (૨૩ એપ્રિલ, ૨૦૨૫) ફિરોઝપુર સરહદ નજીક બની હતી. ૧૮૨મી બટાલિયનના કોન્સ્ટેબલ પી.કે. સિંહ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પ્રવેશી ગયા હતા, જ્યાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરી લીધી હતી.

એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, જવાન યુનિફોર્મમાં હતો અને તેની પાસે તેની સર્વિસ રાઈફલ પણ હતી. તેમણે કહ્યું કે, BSF જવાન ખેડૂતોની સાથે ફરજ પર હતો અને થોડો આગળ છાંયડામાં આરામ કરવા માટે ગયો, તે દરમિયાન તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો.

Category

🗞
News

Recommended