Skip to playerSkip to main contentSkip to footer
  • today
Ahmedabad Accident News: અમદાવાદમાં રફ્તારનો કહેરે, 2 વ્યક્તિને ટક્કર મારી કારચાલક ફરાર

અમદાવાદમાં ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો.સાઉથ બોપલ વિસ્તારમાં મહારાષ્ટ્રના 2 વ્યક્તિને ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો. 19 એપ્રિલની આ ઘટના CCTVમાં થઈ કેદ. ભત્રીજાના જન્મદિવસ પર શરદ ખેનદાડ અને તેના મિત્ર આમોલ પારેખ અમદાવાદ આવ્યા હતા. રાત્રે બંને ચાલવા નીકળ્યા. આ સમયે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે એક કારચાલકે બંનેને ટક્કર મારી 10 થી 15 ફૂટ સુધી ઢસડ્યા. શરદ ખેનદાડના પુત્રનું કહેવું છે કે, તેના પિતાને હાથ-પગ અને માથાના ભાગે ઈજા થઈ છે. સોલા સિવિલમાં ICUમાં દાખલ છે. જ્યારે પિતાના મિત્ર આમોલ પારેખ પુણે સારવાર માટે પરત ફર્યા છે. પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

Category

🗞
News

Recommended