હ્યૂસ્ટન:વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમ માટે રાત્રે 9 વાગ્યા સુધીમાં હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં પહોંચવાના છે આ કાર્યક્રમ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયુ છે અને હવે લોકો અહીં પોતાનું સ્થાન નિશ્વિત કરવા માટે પહોંચી ગયા છે અત્યારે સ્ટેડિયમ ખચોખચ ભરાઇ ગયું છે સ્થાનિક પોલીસના જવાનો તેમને યોગ્ય માર્ગદર્શન આપી વ્યવસ્થા જાળવી રહ્યા છે અહીં આવેલા લોકોએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઉત્સાહિત છે અને તેઓ દેશ અને વિશ્વ માટે એક પ્રેરણાસ્વરૂપ છે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ શરુ થઇ ગયો છે કાર્યક્રમની શરુઆત ગુરુનાનકની વંદના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા એક ધમાકેદાર ગીત પર ગ્રુપે ડાન્સ રજૂ કર્યો હતોકભી ખાઉં સમોસા કભી બર્ગરભી ખાઉંએવા શબ્દો સાથે ભારત અને અમેરિકા વચ્ચેના લગાવને દર્શાવવામાં આવ્યો હતો
Category
🥇
Sports