અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોના મોત થયાનો કૉંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આરોપ. કૉંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ MOUની કોપી મીડિયા સમક્ષ રજુ કરીને આરોપ લગાવ્યો કે ક્લિનિકલ રિસર્ચની એથિકલ કમિટી બની જ નથી. ડોક્ટર દેવાંગ રાણાને NHL કોલેજના ડીને ક્લિનિકલ રિસર્ચ માટે નિમણુંક કરવામાં આવ્યા હતા. એક જ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા થાય તેવી વિનંતી કરતો પત્ર ડૉક્ટર દેવાંગ રાણાએ વી.એસ.હોસ્પિટલના ડીન પારૂલ શાહને લખ્યો હોવાનો રાજશ્રી કેસરીએ આરોપ લગાવ્યો. જે પત્રમાં પારૂલ શાહની પણ સહી છે.. તેથી હજુ પણ સમગ્ર કૌભાંડમાં અનેક લોકોના નામ સામે આવી શકે છે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની રાજશ્રી કેસરીએ માગ કરી
સમગ્ર વિવાદ મુદ્દે વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે પોતાની સહીનો દુરૂપયોગ કરાયો હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ કહ્યુ કે કેટલા મોત થયા છે તે તપાસ કરવા આદેશ અપાયા છે.
સમગ્ર વિવાદ મુદ્દે વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે પોતાની સહીનો દુરૂપયોગ કરાયો હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ કહ્યુ કે કેટલા મોત થયા છે તે તપાસ કરવા આદેશ અપાયા છે.
Category
🗞
News