સફેદ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ.. સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા વહેલી સવારથી જ ખેડૂતોએ મહુવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરાવી.. ખેડૂતોનો આરોપ છે કે જાન્યુઆરી 2025માં મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ પ્રતિ મમે 239થી 497 રૂપિયા હતો જે હવે ઘટીને માત્ર 90થી 193 રૂપિયા થઈ ગયો છે.. છેલ્લા એક મહિનામાં સફેદ ડુંગળીના ભાવમાં 100થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે.. ખેડૂતોએ પોષણક્ષમ ભાવની માગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ.. વિરોધ દરમિયાન ચક્કર આવતા એક ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. જ્યારે અન્ય એક ખેડૂતે પોલીસ પર ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવ્યો..
Category
🗞
News