મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે બપોરે 250 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે આ પહેલા સિંધિયા તેમના ઘરેથી બ્લેક રેન્જ રોવરમાં નીકળ્યા હતા તેમની સાથે ભાજપના નેતા જફર ઈસ્લામ પણ હતા, જે સિંધિયાના ભાજપમાં સામેલ થવામાં મુખ્ય સુત્રાધાર છે સિંધિયાએ 27 કલાક પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું ભાજપ મુખ્યાલયમાં પાર્ટી આધ્યક્ષ જેપી નડ્ડાએ સિંધિયાને સભ્યપદ લેવડાવ્યું હતું સિંધિયા શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરે તેવી શકયતા છે શુક્રવાર મધ્યપ્રદેશની 3 રાજ્યસભા સીટો પર ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે
Category
🥇
Sports