Skip to playerSkip to main contentSkip to footer
  • 3/4/2020
સુરતઃ ગોડાદરા રામનગર શિવકૃપા સોસાયટી પાસેથી ક્રાઇમબ્રાંચ અને વન વિભાગે બુધવારે હત્યા કરાયેલા જંગલી પશુઓના ચામડા સાથે બેને પકડી પાડયા છે ભંગારનો વેપાર કરતો આરીફ ઉર્ફે આર્યન બાબુ શા(28)(પ્રતાપનગર,લિંબાયત) અને વસીમ શરીફ શેખ(30)(સંગમઅલી, બાંદ્રા ઈસ્ટ)ની ધરપકડ કરી છે વાઘ, હરણ અને દીપડાના ચામડાઓ સુરતમાં વેચવા વસીમે આરીફને વોટસએપ પર ફોટા મોકલ્યા હતા આરીફે તે ફોટો વોટસએપ પર કિંમત સાથે મુકયા હતા જેમાં ખાસ લોકોને વાત કરી હતી જેના કારણે મામલો ક્રાઇમબ્રાંચ સુધી પહોંચ્યો હતોક્રાઈમબ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વાઘનું ચામડું કિંમત 25 લાખ, હરણનું ચામડું કિંમત 5 લાખ અને દીપડાનું ચામડું કિંમત 10 લાખ મળ‌ી 40 લાખનો મુદામાલ કબજે કર્યો છે આ કેસમાં આગળની તપાસ વન વિભાગને સોપવામાં આવી છે

Category

🥇
Sports

Recommended