Skip to playerSkip to main contentSkip to footer
  • 3/3/2020
આમ તો દક્ષિણ ભારતમાં શાહી લગ્ન અવારનવાર જોવા મળે છે પણ કર્ણાટકના બીજેપી સરકારના મંત્રી શ્રીરામુલુની દીકરી રક્ષિતાના લગ્ન અતિ ભવ્ય રહેવાના છે તે નક્કી છે રક્ષિતાના લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન સંજીવ રેડ્ડી સાથે થઈ રહ્યા છે લોકો આ લગ્નની તુલના 2016માં થયેલા જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન સાથે કરી રહ્યા છે અનુમાન છે કે આ લગ્નમાં 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો છે લગ્ન 5 માર્ચે છે પરંતુ ફંક્શન 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે આ ફંક્શન બેલ્લારી સ્થિત આવાસથી લઇને બેંગાલુરૂ પેલેસ ગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે પરંતુ ગ્રાન્ડ વેડિંગ બેંગાલુરૂના પેલેસમાં થશે આ લગ્નમાં પીએમ નરેન્દ્ર મોદી પણ સામેલ થશે તેવુ અનુમાન છે પેલેસ ગ્રાઉન્ડની 40 એકર જમીનમાં અલગ અલગ પંડાલ બનાવવામાં આવ્યા છે ખાસ વાત તો એ છે કે મેઇન ફંક્શન માટે જે સેટ તૈયાર કરવામાં આવ્યો છે તે હમ્પીના ફેમસ વિરૂપક્ષ મંદિર જેવો છે તેને ફુલોથી ડેકોરેટ કરવા માટે ખાસ લોકોને બોલાવવામાં આવ્યા છે ટુંકમાં એટલુ તો કહી જ શકાય કે ફરી એકવાર 5 માર્ચે એક ભવ્યાતિભવ્ય લગ્નનું સાક્ષી બનશે બેંગાલુરૂ

Category

🥇
Sports

Recommended