Skip to playerSkip to main contentSkip to footer
  • 3/2/2020
અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે રોહિત શેટ્ટીની આ ચોથી ફિલ્મ કોપ યુનિવર્સ પર આધારિત છે આ પહેલાં રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ તથા ‘સિમ્બા’ બનાવી હતીચાર મિનિટ લાંબા ટ્રેલરમાં દમદાર સંવાદો સાથે અક્ષય કુમાર ધમાકેદાર એક્શન કરતો જોવા મળ્યો છે ફિલ્મની સ્ટોરી મુંબઈ બેકડ્રોપ પર આધારિત છે મુંબઈમાં મોટો આતંકી હુમલો થવાનો છે અને તેને ટાળવા માટે વીર સૂર્યવંશી (અક્ષય)ની મદદ લેવામાં આવી છે ટ્રેલરમાં અક્ષય કુમારના હેલિકોપ્ટર સાથેના કમાલના સ્ટન્ટ્સ જોવા મળ્યાં છે ટ્રેલરમાં અક્ષય એક્ટર રણવીર સિંહ તથા અજય દેવગન સાથે મળીને આતંકી હુમલામાંથી મુંબઈને બચાવવાનો પ્રયાસ કરે છે ટ્રેલરમાં કેટરીના કૈફ પણ જોવા મળી છે, જેને અક્ષય કુમારની કામ કરવાની રીત બિલકુલ પસંદ નથી ફિલ્મમાં દર્શકોને ગમે એ બધું જ એન્ટરટેઈન્મેન્ટ છે એક્શન, ડાન્સ તથા સીટી માર સંવાદો છે

Category

🥇
Sports

Recommended