Skip to playerSkip to main contentSkip to footer
  • 10/14/2019
પાણીપત:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શહીદ રાજા નાહર સિંહની ઐતિહાસિક નગરી બલ્લભગઢમાં જનસભાને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે હરિયાણાએ મને ઘણું બધુ શીખવાડ્યું છે તેથી જ્યારે પણ હું અહીં આવું છુ ત્યારે મારી અંદર એક અલગ જ ભાવના ઉમડવા લાગે છે મોદીએ કહ્યું કે પાંચ વર્ષ તમે અમારા કેપ્ટન અને મજબૂત ટીમ જોઇ છે જ્યારે વિરોધીઓ તેમની વિખરાયેલી ટીમ સંભાળવા માટે મથી રહ્યા છે

વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હરિયાણામાં મોદીની આ પહેલી જનસભા હતી મોદીની આ રેલી ગુરુગ્રામ, નૂંહ, પલવલ અને ફરીદાબાદની 16 વિધાનસભા સીટો પર અસર કરશે ગત વખતે તેમાંથી 7 સીટો પર ભાજપે જીત મેળવી હતી જ્યારે ઇનેલોએ 5, કોંગ્રેસે 3 અને બસપાએ 1 સીટ જીતી હતી

Category

🥇
Sports

Recommended