અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસે બપોરના સમયે કારમાં આવેલા કેટલાક શખ્સોએ યુવતિને મંદીરમાંથી ઉપાડી જઇ અપહરણ કરી લીધું હતું. યુવતિના અપહરણ દરમિયાન રાહદારીઓ મુકબધિર બની સમગ્ર ઘટના નિહાળી રહ્યા હતા પરંતુ કોઇએ પણ યુવતિને બચાવવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો ન હતો. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી તપાસ કરી રહી છે.
Category
🗞
News