મનરેગા યોજના... એક એવી રોજગાર ગેરંટી યોજના.... જેમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. આ યોજના શ્રમિક અકુશળ કામદારો માટે ક્રાંતિકારી સાબિત થઈ. પણ આ યોજનામાં દાહોદ જિલ્લામાં બહાર આવ્યું કૌભાંડ.. કુવા, રેઢાણા અને ધાનપુર તાલુકાનું સીમામોઈ ગામ. આ ત્રણ ગામમાં ત્રણ વર્ષ સુધી એલ-1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ. કૌભાંડ અંગે DRDA નિયામક બી.એમ.પટેલની ફરિયાદના આધારે દાહોદ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી. જેમાં દેવગઢ બારીયા-ધાનપુર તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, ગ્રામ રોજગાર સહાયક ફુલસિંહ બારીયા અને મંગળસિંહ પટેલીયાની પોલીસે કરી ધરપકડ..
Category
🗞
News