Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
બાંગ્લાદેશી ઘુસણખોરો સામે રાજકોટ પોલીસની લાલ આંખ. શહેરના સોની બજાર, હુસેની ચોક, ભગવતી પરા,જંગલેશ્વર, રસુલપરા સહિતના વિસ્તારમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન. 30 થી વધુ બાંગ્લાદેશીની અટકાયત. વિવિધ દસ્તાવેજની કરાઇ તપાસ 


જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ રાજ્ય સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટુ અભિયાન.. એક જ રાતમાં અમદાવાદ પોલીસે 890 જ્યારે સુરત પોલીસે 134 ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. સુરત પોલીસ કમિશનર કચેરીથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને અભિયાન સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિ અંગે તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અભિયાન વિશે જણાવ્યું કે બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તમામને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને ગુનાહિત પ્રવૃતીઓ પર અંકુશ લાવવા માટેનું એક મહત્વનું પગલું છે.. અને આગામી દિવસોમાં પણ ગુજરાત પોલીસ તિવ્ર ગતિથી આ કામગીરી ચાલુ રાખશે.. અમદાવાદ પોલીસની કાર્યવાહીથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓના પરિવારજનોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો હતો. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પૈકી બે અલ કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની આશંકા સાથે તેમની તપાસ ચલાવવામાં આવી રહી છે.. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે.. એટલુ જ નહીં. ગેરકાયદે ઘુસણોરોને આશરો આપનારાઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Category

🗞
News

Recommended