અમદાવાદના બાપુનગરમાં પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો આરોપ. પિતા નશો કરી ઘરમાં સતત ઝઘડો કરતાં. ઉશ્કેરાઈને પુત્રએ માર મારતા પિતાને માથા અને પેટના ભાગે ઈજા પહોંચી. પોલીસે આરોપી પુત્ર સોનુ શર્માની કરી ધરપકડ. નર્મદા જિલ્લાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા. 48 વર્ષીય રમીલાબેન વસાવાનો મૃતદેહ તેના જ ઘરના આંગણામાં પડ્યો હતો. ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પરિવારજનોએ વ્યક્ત કરી આશંકા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી આ સમયે મૃતકના પરિવાર અને પોલીસ વચ્ચે તકરાર થઈ. લાંબી રકઝક બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટેમ્પામાં લઈ જવાયો પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. અમરેલીના બગસરા તાલુકાનું ખીજડિયા ગામ.. જ્યાં એક આધેડની કરી દેવાઈ હત્યા. ખેતરના રસ્તા બાબતે 55 વર્ષીય કાળુભાઈ વાળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું... પોલીસે જયરાજ વાળા અને રાજદીપ વાળા નામના બે યુવકો સામે હત્યા કર્યાનો ગુનો નોંધ્યો છે. મહેસાણામાં યુવકની હત્યાના આરોપમાં 3 આરોપીની ધરપકડ. ત્રણ દિવસ પહેલાં વિક્રમસિંહ વાઘેલા નામના યુવકની જૂની અદાવતમાં હત્યા કરી દેવાઈ હતી. એક્ટિવા પર જતાં વિક્રમસિંહને આંતરી કારમાં આવેલા 4 શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
Category
🗞
News