Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
નર્મદા જિલ્લાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો. આરોપી છે મૃતક મહિલાનો જ ભત્રીજો... આરોપી ભત્રીજા મહેશ વસાવાએ તેની 48 વર્ષીય કાકી પાસે અઘટિત માગણી કરી. કાકીએ ઈનકાર કરતા ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી આ સમયે મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે તકરાર પણ થઈ હતી. 

નર્મદા જિલ્લાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા. 48 વર્ષીય રમીલાબેન વસાવાનો મૃતદેહ તેના જ ઘરના આંગણામાં પડ્યો હતો. ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પરિવારજનોએ વ્યક્ત કરી આશંકા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી આ સમયે મૃતકના પરિવાર અને પોલીસ વચ્ચે તકરાર થઈ. લાંબી રકઝક બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટેમ્પામાં લઈ જવાયો. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે...

Category

🗞
News

Recommended