રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોએ જીવ ગુમાવ્યો છે.
એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા. ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં ક્રેઈનની મદદથી લેવામાં આવી હતી. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે સમીથી રાધનપુર ઘરે પરત ફરતી વખતે રિક્ષાનો એસટી સાથે અકસ્માત થયો હતો. એસટી બસના ચાલકે ઓવરટેઈકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મૃતકના પરિવારને સહાય ચૂકવવા માગ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

Category
🗞
News