ગોધરા SOGએ ભુરાવાવ વિસ્તારમાંથી ગેરકાયદે ધમધમતું દવાખાનું ઝડપી પાડ્યુ.. આસ્થા હોસ્પિટલના નામે સંદીપ ભીડે નામનો બોગસ તબીબ કોઈપણ માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે હોસ્પિટલ ચલાવીને દર્દીઓના જીવન સાથે ખેલ ખેલી રહ્યો હતો.. જો કે SOGની તપાસમાં બોગસ તબીબ સંદીપ ભીડે મળી ન આવ્યો નહોતો.. SOG, મેડિકલ ઓફિસરે સંયુક્ત તપાસમાં હોસ્પિટલમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો સહિત કુલ ત્રણ લાખ 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.. ગોધરા જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે બોગસ તબીબ સંદીપ ભીડે વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.. a
Category
🗞
News