સુરતમાં એક પોલીસકર્મીની પ્રશંસનીય કામગીરી. ઝેરી દવા પીનાર યુવતીને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો. સણીયા હેમાદ ગામના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી. યુવતી બેભાન હાલતમાં હતી. ઘટનાસ્થળે એંબ્યૂલન્સ પહોંચી શકે તેમ ન હતી. હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ યુવતીને ખભા પર ઊંચકીને જ દોડ્યા. પોલીસવાનમાં યુવતીને બેસાડી હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં એમબ્યૂલન્સમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડાઈ. સમયસર સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો. હેડ કોન્સ્ટેબલ અજમલ વરદાજીના આ માનવિય અભિગમની સુરત પોલીસ કમિશનરે કરી પ્રશંસા સુરત સીપીએ અજમલ વરદાજીનું સન્માન કરીને ભેટ સ્વરૂપે રોબોટ આપ્યો . સાથે જ કહ્યું કે કોન્સ્ટેબલના આ કામથી અન્ય પોલીસકર્મીઓને પણ પ્રેરણા મળશે
Category
🗞
News