Skip to playerSkip to main contentSkip to footer
  • 4/1/2025
આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત. ધારાસભ્ય અમિત ચાવડા અને સમર્થકોએ કરી જીતની ઉજવણી. કાહનવાડી જમીન વિવાદ ની સીધી અસર ચૂંટણી પર પડી હોવાની ચર્ચા. 

આંકલાવ APMCની ચૂંટણીમાં ભાજપનો થયો પરાજય.. કૉંગ્રેસની પેનલ સામે ચૂંટણી લડવા ભાજપને ન મળ્યા ઉમેદવારો.. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિત પેનલના 12 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી.. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.. જ્યારે ભાજપ તરફથી એક પણ સભ્યએ ઉમેદવારી ન કરતા કૉંગ્રેસ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા.. કૉંગ્રેસના તમામ સભ્યો બિનહરીફ જાહેર થતા ધારાસભ્ય અમિત ચાવડાએ સમર્થકો સાથે વિજય ઉત્સવ મનાવ્યો.. અમિત ચાવડાએ મતદારો અને પ્રજાનો આભાર માન્યો

Category

🗞
News

Recommended